સોલંકી વીર વત્સરાજ : જીવનકથા
વીર વત્સરાજ - વાછરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઈતિહાસ

પ્રકરણ_૫


વાછરા દાદાના મુળ થાનક ઉપરથી ઉભાં થયેલાં

અન્ય સ્થાનકો

વાછરા બેટથી જે જે બીજા થાનકો ઉભાં થયાં તેમાં ઓખા મંડળમાં વસઈ, બ૨ડામાં અડવાણા, હાથલા, ગોઢાણા, રાણાવાવ, ઘેડ પંથકમાંછત્રાયા, રેવતા અને ભાણસેરા, તેમજ હાલારમાં પડાણા જાણીતાં છે. માનતાના નૈવેધ લાપસી અને ચોખાના થાય છે. કોઈ ધા નાખતું થાનક આવે ત્યારે ભૂવો ધૂપ કરીદાણા જોઈ આવનારને આખા આપે, અને કોઈને 'આખડી' આપે છે તો તે પ્રમાણે લાળ અડેલ હોય તેણે વર્તવાનું હોય છે. કોઈ માનતાના ધોડા પણ થાનકે મૂકે છે.
ધણાંગામે વાછરાના થાનક છે. હાલાર , બારાડી, ઓખા, સોરઠમાંપણ થાનકો છે. વાછરાનો પ્રચલિત દુહો છે.

પડાણે પરચો દીધો રાણાવાવ રીયો રાત,
છત્રાને છતો થયો ડાડો રેવદ્ર રૂડી ભાત,

વાછરાની પૂજાના સ્થાનો આ દુહામાં લખાય છે. હાલારમાં પડાણા,
બ૨ડામાં રાણાવાવ, ગોઢાણા, ઘેડમાં છત્રાવા, રેવદ્રા ગામે વાછરાનાંમુખ્ય સ્થાનો છે, જયાંભવા રહે છે. ખુલ્લા સ્થાનકોમાંવાછરાનું અનોખું સ્થાન છે. પશુ પુજક પ્રજા ગાયોની વહારે ધાઈ ધારાતીર્થે કામ આવી ગયેલ વત્સરાજ સોલંકીની વીરગતિને સૌરાષ્ટ્રની ગ્રામીણ પ્રજા પૂજે છે. ગોંડલ પાસેના વાછરા, અનીડા (વાછરા) ફટાણા, ગોરાણા, બામણીયા, સંગારીયા, વસઈ, ભાણસરા, નવાગામ ઘેડ.
બરડા પ્રદેશમાં મહેર પસાયતાંગામે ગામમા વાછરાના થાનક છે. પોતાના માલની, ગામની અને એરૂ આભડેલ માનવ કે પ્રાણીની, કે કૂતરાંની લાળ અડેલ જીવની રક્ષા અર્થે પધારજે એવી વાછરાને પ્રાર્થના પણ આરણીમાંઆવે છે.

"પડખેથી પધારજે છત્રાવાના છડીદાર એરૂ ઉતારવા રાજવહેલો આવજે વાછરા!"

લીયા ગામ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકા થી સરા જતા આવેલ છે. અહીંયા આશરે આજથી ૧૫૦–વર્ષ પહેલા દાદાનાં મુળ સ્થાન કચ્છનાં | નાના રણ વચ્છરાજ બેટમાંથી ડાડાનો અશ્વ સમાયેલો છે. હાલમાં પણ ત્યાં દાદાનાં પરચા હૈયાત છે. અને દાદાનાં સ્થાનકે માણસો શ્રધ્ધાથી મસ્તક નમાવે છે. આજે પણ ચૈત્ર સુદ-૭નો મેળો ડાડાનાં સ્થાનકે ભરાય છે.

થાણા ગાલોર, તા. જેતપુર,(કાઠીનુ) જી. રાજકોટ. ડાડા પધાર્યા ત્યારે અવાડા નું પાણીના લાડુ બનીગયા હતા અને ડાડાએ ગામના લોકો ને પ્રસાદી આપી હતી ત્યાર થી ડાડા પુજાય અને આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષ થયા છે અને ૧૯૪માં ભવ્ય મંદિરની સ્થાપના થઈ